રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંબેડકરનગરના 80 ફૂટ રોડ પર આવેલા બંધ મકાનમાં દરોડો પાડી 2832 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે કુલ રૂ.8.03 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂની રખેવાળી કરવા આવેલા સાહિલ બળવંત વોરાની ધરપકડ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે હિતેષ ગોહેલના બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની રૂ.7.83 લાખની કિંમતની દારૂની 2832 બોટલો મળી આવી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફરાર બુટલેગર દિપક ઉર્ફે ધોનો વિનોદ ચૌહાણે દારૂનો જથ્થો મંગાવી હિતેષ ગોહેલના મકાનમાં સંતાડ્યો હતો અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરવામાં આવતું હતું.
આ કેસમાં હિતેષ ગોહેલ, દિપક ચૌહાણ અને અજય રાઠોડ સહિત ત્રણ મુખ્ય સૂત્રધારો ફરાર છે. પોલીસે ત્રણેયને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ દિપક ચૌહાણ અગાઉ પણ અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિસ્તારમાં દારૂના મોટા જથ્થાના કેસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.








