વૃંદાવનમાં નિર્માણાધીન મોલની છત ધરાશાયી : 3 મજૂરોના મોત, 1 ગંભીર

વૃંદાવનના રુકમણી વિહારમાં નિર્માણાધીન **‘વૃંદાવન કોર્ટ યાર્ડ મોલ’**માં મોડીરાત્રે શટરીંગ તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બીજા માળે છત અને છજાનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક શટરીંગ તથા ફાઉન્ડ્રીંગની સામગ્રી ધરાશાયી થઈ હતી.

અકસ્મિક ધરાશાયી થવાથી ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને તેમના મોત થયા હતા, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મૃતકોના પરિવારોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી. પરિવારજનોએ નિર્માણ કંપની પર સુરક્ષા નિયમોની અવગણનાનો ગંભીર આરોપ લગાવી મૃતક પરિવારોને રૂ.50 લાખનું વળતર આપવાની માંગ કરી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બેદરકારી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઓમેકસના જનરલ મેનેજરે પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

Leave a Comment