તુકારામ મુંઢેની FDAની કડક કાર્યવાહી મહારાષ્ટ્રમાં ખાદ્ય સંસ્થાઓ સામે તવાઈઃ 5 હોટેલ-રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કેન્યામાં સફારી દરમિયાન ગમખ્વાર અકસ્માત પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશઃ પાયલોટ સહિત 7નાં મોત ઇમરાન ખાનના હોસ્પિટલ ટ્રાન્સફર મામલે પાકિસ્તાન સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટના આદેશ સામેની રિવ્યુ અરજી સરકારે પાછી ખેંચી SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર 4થી વધુ કેશ ઉપાડવા પર ચાર્જઃ 1 ઓક્ટોબરથી ₹15 + GST વસૂલાશે અમેરિકાનું દેવું ઐતિહાસિક ટોચે ટ્રમ્પ-બાઇડનના કાર્યકાળમાં અમેરિકી દેવું બમણુંઃ પ્રથમવાર 40 ટ્રિલિયન ડોલરને પાર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ગરમાવો

તુકારામ મુંઢેની FDAની કડક કાર્યવાહી મહારાષ્ટ્રમાં ખાદ્ય સંસ્થાઓ સામે તવાઈઃ 5 હોટેલ-રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભેળસેળ અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થો સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની કાર્યવાહી વધુ તેજ બની છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન 5 હોટેલ અને રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પ્રતિબંધિત ઉત્પાદનો અને અન્ય ખાદ્ય સામગ્રી સહિત આશરે ₹25 લાખનો જથ્થો જપ્ત કરાયો છે.

31 ખાદ્ય સંસ્થાઓનું સઘન ચેકિંગ

FDAની ટીમોએ મુંબઈ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં 31 હોટેલ, રેસ્ટોરન્ટ, રોડસાઇડ ફૂડ સ્ટોલ અને અન્ય ખાદ્ય સંસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન 22 સંસ્થાઓમાં ખામીઓ મળી આવતા તેમને સુધારાની નોટિસ આપવામાં આવી હતી. ગંભીર ખામીઓ સામે આવતાં પાંચ સંસ્થાઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.

મલાડની હોટેલના કિચનમાં ઉંદર

મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક હોટેલના કિચનમાં ઉંદર જોવા મળતાં સ્વચ્છતા વ્યવસ્થાની પોલ ખુલી હતી. આ ઉપરાંત કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ જોવા મળી નહોતી. ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ગુટખા-પાનમસાલાનો મોટો જથ્થો જપ્ત

મુંબઈ, કોંકણ, પુણે અને છત્રપતિ સંભાજીનગર વિભાગોમાં 8 સ્થળેથી ગુટખા, પાનમસાલા, ફ્લેવર્ડ સોપારી સહિતના પ્રતિબંધિત ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા આ માલની કિંમત આશરે ₹11.40 લાખ હોવાનું જણાવાયું છે.

10ની ધરપકડ, 8 સામે FIR

સમગ્ર કાર્યવાહીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 8 સામે FIR નોંધવામાં આવી છે. નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરનાર 6 ખાદ્ય સંસ્થાઓને સીલ કરવામાં આવી છે.

ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનાર હોટેલ-રેસ્ટોરન્ટ સામે મહારાષ્ટ્ર FDAની આ કડક કાર્યવાહીથી ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Leave a Comment

और पढ़ें