તુકારામ મુંઢેની FDAની કડક કાર્યવાહી મહારાષ્ટ્રમાં ખાદ્ય સંસ્થાઓ સામે તવાઈઃ 5 હોટેલ-રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કેન્યામાં સફારી દરમિયાન ગમખ્વાર અકસ્માત પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશઃ પાયલોટ સહિત 7નાં મોત ઇમરાન ખાનના હોસ્પિટલ ટ્રાન્સફર મામલે પાકિસ્તાન સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટના આદેશ સામેની રિવ્યુ અરજી સરકારે પાછી ખેંચી SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર 4થી વધુ કેશ ઉપાડવા પર ચાર્જઃ 1 ઓક્ટોબરથી ₹15 + GST વસૂલાશે અમેરિકાનું દેવું ઐતિહાસિક ટોચે ટ્રમ્પ-બાઇડનના કાર્યકાળમાં અમેરિકી દેવું બમણુંઃ પ્રથમવાર 40 ટ્રિલિયન ડોલરને પાર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ગરમાવો

ઇમરાન ખાનના હોસ્પિટલ ટ્રાન્સફર મામલે પાકિસ્તાન સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટના આદેશ સામેની રિવ્યુ અરજી સરકારે પાછી ખેંચી

ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે દાખલ કરેલી રિવ્યુ અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા અરજીમાં વાંધાઓ દર્શાવવામાં આવ્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે.

ટેકનિકલ ખામીઓ દૂર કરી ફરી અરજી કરાશે

રિપોર્ટ મુજબ, અરજી સાથે જરૂરી પેપર બુક પૂર્ણ ન હોવા સહિતની કેટલીક પ્રક્રિયાત્મક ખામીઓ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સરકાર હવે આ વાંધાઓ દૂર કરીને જરૂરી સુધારા સાથે ફરી રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે હોસ્પિટલ ખસેડવાનો આપ્યો હતો આદેશ

18 ઓગસ્ટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 73 વર્ષીય ઇમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. તેમના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ બોર્ડ રચવા અને તેમાં તેમના અંગત તબીબને સામેલ કરવાનો પણ આદેશ અપાયો હતો.

સરકારને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર સામે વાંધો

પાકિસ્તાન સરકારે અગાઉ દલીલ કરી હતી કે કેદીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માટે જેલના નિયમો અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન જરૂરી છે. સરકારનું કહેવું હતું કે આવા આદેશથી અન્ય કેદીઓ માટે પણ સમાન માંગણીઓ ઊભી થઈ શકે છે.

હવે રિવ્યુ અરજી પાછી ખેંચાયા બાદ ઇમરાન ખાનને હોસ્પિટલમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થાય છે કે સરકાર સુધારેલી અરજી સાથે ફરી કોર્ટમાં જાય છે, તેના પર નજર રહેશે.

Leave a Comment

और पढ़ें