સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર ચાલી રહી છે. ઈમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત **‘આવારાપન 2’**એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે અને માત્ર પાંચ દિવસમાં રૂ.100 કરોડના ક્લબમાં પ્રવેશ મેળવી લીધો છે. બીજી તરફ સની દેઓલની **‘બંટવારા 1947’**ની કમાણીમાં વીકેન્ડ બાદ નોંધપાત્ર ઘટાડો થયો છે.
‘આવારાપન 2’ની ધમાકેદાર કમાણી
નિતિન કક્કડના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે રૂ.22 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે રૂ.33.75 કરોડ, ત્રીજા દિવસે રૂ.26 કરોડ, ચોથા દિવસે રૂ.9.25 કરોડ અને પાંચમા દિવસે રૂ.9.75 કરોડની કમાણી કરી હતી. પાંચ દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન રૂ.100.75 કરોડ થઈ ગયું છે.
‘બંટવારા 1947’ પાછળ રહી
રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં બનેલી સની દેઓલ અને પ્રીતિ ઝિંટા સ્ટારર ફિલ્મે પહેલા દિવસે રૂ.5.75 કરોડ, બીજા દિવસે રૂ.13.50 કરોડ, ત્રીજા દિવસે રૂ.7.25 કરોડ, ચોથા દિવસે રૂ.2 કરોડ અને પાંચમા દિવસે રૂ.2.25 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ કલેક્શન રૂ.30.75 કરોડ છે.
‘સ્પાઈડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે’નો દબદબો
હોલીવુડની આ સુપરહીરો ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર સતત મજબૂત પ્રદર્શન કરી રહી છે. 19મા દિવસે રૂ.2.10 કરોડ અને 20મા દિવસે રૂ.2.55 કરોડની કમાણી સાથે તેનું ભારતીય નેટ કલેક્શન રૂ.471.70 કરોડ થઈ ગયું છે.








