રાજકોટમાં એનાલોગ પનીર સામે તવાઈ: 8 પેઢીના પરવાના રદ

12 પેઢીમાં તપાસ, 8 કિલો એનાલોગ પનીરનો નાશ

રાજકોટ: એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ સામે રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લામાં 8 પેઢીના પરવાના રદ કરવામાં આવ્યા છે.

વિભાગે કુલ 12 પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 8 કિલો એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો હતો.

પરવાના રદ કરાયેલી પેઢીઓમાં રાજકોટ, ગોંડલ, જામકંડોરણા, લોધિકા અને સરધારની વિવિધ ડેરી તથા ખાદ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

પીપળીયાની બજરંગ ડેરીમાંથી પનીરના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ એનાલોગ પનીરના ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, પરિવહન અને વેચાણ સામે તપાસ તથા કાયદેસરની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

Leave a Comment

और पढ़ें