સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને મળશે નવી ગતિ: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ લોન્ચ

એકતા નગર: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને વધુ વેગ આપવા નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આધુનિક ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાથી પર્યટકોને વિશ્વસ્તરીય ક્રૂઝ પ્રવાસનો અનુભવ મળશે.

નવી ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ વ્યવસ્થા, વિશાળ સ્ટેજ, આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ તેમજ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ક્રૂઝનો ઉપયોગ માત્ર પ્રવાસન પૂરતો નહીં, પરંતુ જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ સમારોહો માટે પણ થઈ શકશે.

આ પ્રોજેક્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને નવી દિશા મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત વિભાગોની તમામ જરૂરી મંજૂરીઓ અને સુરક્ષા ધોરણોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ક્રૂઝ સેવા ટૂંક સમયમાં સામાન્ય પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें