દુકાનમાંથી 13 બિયર ટીન જપ્ત; બંગાળી કારીગર પાસેથી બિયર મેળવી નશો કરતો હોવાની કબૂલાત
રાજકોટ: શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલી જે.બી. જવેલર્સમાં એ-ડિવિઝન પોલીસે દરોડો પાડી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દુકાનના સંચાલક અને સોની વેપારી જીગ્નેશ ભાઇલાલ મચ્છરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી જ્વેલરીની દુકાનમાં દરોડો પાડતાં પોલીસે તપાસ દરમિયાન દુકાનમાંથી 13 વિદેશી બિયરના ટીન કબજે કર્યા હતા. જથ્થો મળી આવતાં વેપારીની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં આરોપીએ બંગાળી કારીગર પાસેથી બિયર મેળવી પોતે નશો કરતો હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી બિયર ક્યાંથી અને કોના મારફતે મેળવવામાં આવતી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ વેપારી અને તેના કારીગરોને દારૂ-બિયરની મહેફિલ માણતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હવે ફરી દુકાનમાંથી બિયરનો જથ્થો મળી આવતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.








