જંતર-મંતર આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો દાવો: પાકિસ્તાનથી સંચાલિત 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક રાજકોટ પોલીસનો ગેરકાયદેસર હથિયારો સામે મોટો પ્રહાર: 12 દિવસમાં 42 હથિયારો જપ્ત, કુખ્યાત અરબાઝ દોઢીયા ઝડપાયો અમદાવાદ સહિત અનેક શહેરોમાં હજુ જળબંબાકાર: વરસાદ બાદ પણ જનજીવન અસ્તવ્યસ્ત, માલ-મિલ્કતને ભારે નુકસાન અંજારમાં ગાંજાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ: વરસામેડીમાંથી 270 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો ગુજરાતમાં વરસાદની અસમાન તસવીર: સિઝનનો 52.03% વરસાદ, ક્યાંક 100%થી વધુ તો ક્યાંક 10% પણ નહીં શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા: “આ વિદ્યાર્થી આંદોલનની જીત”

અમદાવાદ સહિત અનેક શહેરોમાં હજુ જળબંબાકાર: વરસાદ બાદ પણ જનજીવન અસ્તવ્યસ્ત, માલ-મિલ્કતને ભારે નુકસાન

રાજ્યમાં વરસાદી દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 31 પર; 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, સરકાર દ્વારા સર્વે અને પુનઃસ્થાપન કામગીરી તેજ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ અનેક શહેરોમાં સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બની નથી. અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત અને ખેડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વ્યાપક જળબંબાકાર સર્જાયો હતો. વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 31 લોકોના મોત નોંધાયા છે, જ્યારે હજારો પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો, માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 31 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા, જ્યારે 3,500થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ ટ્રેન સેવા અને માર્ગવ્યવહાર પણ પ્રભાવિત રહ્યા હતા.

અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યા છતાં અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે. બોપલ વિસ્તારમાં હજુ બોટ મારફતે અવરજવર કરવી પડી રહી છે, જ્યારે ધુમા વિસ્તારના અનેક બંગલાઓમાં પાણી ભરાયેલા છે. ગુરુકુલ રોડ પર આવેલા શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં હજુ પણ અંદાજે 11 ફૂટ પાણી ભરાયેલા હોવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે. શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તેમજ અનેક ખેતરો અને ખુલ્લા મેદાનો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

સાબરમતી વિસ્તારના છારાનગર અને રબારીવાસમાંથી 11 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે અનેક વાહનો, મકાનો અને દુકાનોને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે નુકસાનનો સર્વે શરૂ કરી રાહત અને સહાયની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ નવસારીમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થળાંતરિત પરિવારોને ભોજન, આરોગ્ય સેવા, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ રાજ્યમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે બનાસકાંઠા, વલસાડ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

Leave a Comment

और पढ़ें