અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મુંબઈ રેલવે ડિવિઝનના ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની માટી ધસી પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરક્ષાના ભાગરૂપે ત્રણ ટ્રેનોને ગંતવ્ય સુધી પહોંચાડવાના બદલે વચ્ચે જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
રેલવે દ્વારા ટ્રેન નં. 12934 અમદાવાદ-બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સુધી, 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સુધી અને 20908 ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી જ દોડાવવામાં આવી હતી.
ये भी पढ़ें
ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાસ્થળે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટ્રેક સુરક્ષિત બનતા જ ટ્રેન સેવા પૂર્વવત્ કરવામાં આવશે.









