દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: 6 કલાકમાં વલસાડમાં 6 ઇંચ વરસાદ, સુરતમાં ખાડી ઓવરફ્લો

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદનો ધમાકેદાર દોર શરૂ થયો છે. માત્ર 6 કલાકમાં વલસાડમાં 6 ઇંચ, જ્યારે પલસાણા, પારડી અને ઉમરગામમાં 5-5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જ્યારે વલસાડના વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અંભેટી નજીક પાણીના પ્રવાહમાં ફસાયેલી ખાનગી બસમાંથી 16 મુસાફરોને તંત્ર અને સ્થાનિકોની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે માર્ગ બંધ કરી દેવાયો છે.

હવામાન વિભાગે વલસાડ સહિત પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાહત અને બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

Leave a Comment

और पढ़ें