પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આધુનિક છાત્રાલયોની ભેટ: રાજ્યમાં રૂ.21 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત બંગાળની ખાડીમાં ફરી લો-પ્રેશર સક્રિય થવાના સંકેત, જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદ એરપોર્ટ પર 34.29 લાખના સોના સાથે મહિલા મુસાફર ઝડપાઈ, બુરખામાં છુપાવ્યા હતા 233 ગ્રામ ગોલ્ડ બાર સરદાર સરોવર ડેમ 65.61% ભરાયો, રાજ્યમાં સરેરાશ 25.10% વરસાદ; દક્ષિણ ગુજરાત આગળ, કચ્છ હજુ રાહમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર બન્યું વધુ મજબૂત, છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ: સાઉથ આઇલેન્ડ ધ્રૂજ્યું, સુનામીની ચેતવણી જાહેર

રાજકોટ પીસીબીની સૌથી મોટી કાર્યવાહી: 11 આરોપી ઝડપાયા, 24 ગેરકાયદે હથિયારો અને કારતૂસનો જથ્થો જપ્ત

‘વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ, મીરજાપુરથી રાજકોટ સુધીની હથિયાર સપ્લાય ચેઇનનો ભાંડો ફૂટ્યો

રાજકોટ: રાજકોટ શહેર પોલીસની પીસીબી (PCB) ટીમે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતી ‘વેપન કાર્ટેલ’ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી 24 દેશી બનાવટની પિસ્તોલ અને 30થી વધુ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

અષાઢી બીજ અને રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલિયાની ટીમને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો શકીલ સાદીક મન્સુરી વાંકાનેર ચોકડી પાસે ગેરકાયદે હથિયારોની ડિલિવરી કરવા આવવાનો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શકીલ મન્સુરીને 5 દેશી પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં મીરજાપુરથી રાજકોટ સુધી ચાલતી ગેરકાયદે હથિયાર સપ્લાય ચેઇનનો ખુલાસો થયો હતો.

આ માહિતીના આધારે પોલીસે ચોટીલા અને બોધરાવદર વિસ્તારમાં કાર્યવાહી કરીને વધુ આરોપીઓને ઝડપી લીધા હતા. શરૂઆતની કાર્યવાહીમાં જ 16 હથિયારો, 30 જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન સહિત રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રિમાન્ડ દરમિયાન થયેલી વધુ પૂછપરછમાં આરોપી પ્રદીપ કરપડાએ વડવાજડી વિસ્તારમાં રહેતા સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે સંદીપસિંહની ધરપકડ કરીને બંને હથિયારો કબજે કર્યા હતા.

તપાસ આગળ વધતાં શકીલે જયપાલ રાજેશ ડેડાણીયાને બે પિસ્તોલ આપ્યા હોવાનો અને પ્રદીપ કરપડાએ આરીફ ગફાર પઠાણને એક પિસ્તોલ તથા બે જીવતા કારતૂસ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બંને આરોપીઓને પણ ઝડપી લઈને હથિયારો જપ્ત કર્યા હતા.

પોલીસની સતત તપાસ દરમિયાન વધુ ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હતા. પોલીસે ધૃવ ઉર્ફે કનૈયો સુનીલગીરી ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો પીઠુ ખાચર અને શ્યામ રાજુ પરમારની ધરપકડ કરી હતી. ત્રણેય પાસેથી એક-એક ગેરકાયદે પિસ્તોલ કબજે કરવામાં આવી હતી.

પૂછપરછમાં આરોપીઓએ મોજશોખ અને સમાજમાં રોફ જમાવવા માટે રૂ.20થી 25 હજાર ચૂકવી હથિયારો ખરીદ્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સામે અગાઉથી જ હત્યા, પ્રોહિબિશન, હુમલા અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર ઓપરેશન સાથે રાજકોટ પીસીબીએ અત્યાર સુધીમાં 11 આરોપીઓ પાસેથી કુલ 24 ગેરકાયદે હથિયારો અને 30થી વધુ જીવતા કારતૂસ કબજે કરીને રાજ્યમાં ગેરકાયદે હથિયાર હેરાફેરી સામેની સૌથી મોટી કાર્યવાહી નોંધાવી છે. સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અને સપ્લાય ચેઇનની કડીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें