રાજકોટમાં દારૂના 2 બુટલેગર પાસા હેઠળ

ભરત ધાધલ અને વિજય ખાચર જેલ હવાલે

રાજકોટ: દારૂની હેરાફેરી અને સપ્લાયના ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે ભરત પીઠુભાઈ ધાધલ અને વિજય જેઠુભાઈ ખાચરની અટકાયત કરી છે. બંને સામે અગાઉ દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

પાસાના વોરંટની બજવણી બાદ ભરત ધાધલને સાબરમતી જેલ અને વિજય ખાચરને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસે દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી વધુ કડક બનાવવાના ભાગરૂપે આ પગલું ભર્યું છે.

Leave a Comment

और पढ़ें