સુરતમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ, ઉમરપાડામાં 10 ઇંચ વરસાદથી તંત્ર એલર્ટ મોડમાં

સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ભારે કહેર વરસાવ્યો છે. છેલ્લા 8 કલાકમાં ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત શહેરમાં પણ 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.

હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવતીકાલે તમામ શાળા અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें