લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં રહેશે હાજર; અજિત દોભલનું થશે સન્માન
પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શનિવારે યોજાનારા પુણે પ્રવાસને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. કોકરોચ આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગના મુદ્દે વિરોધ પક્ષો દ્વારા વિરોધની શક્યતા વ્યક્ત થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા બંને નાયબ મુખ્યમંત્રીઓની હાજરીમાં યોજાનારા સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે તેમના હસ્તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીના રૂટ તેમજ તમામ કાર્યક્રમ સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ દ્વારા સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પુણે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે ઉત્સવ ચોક ખાતે નિર્ધારિત સ્થળની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.








