નવી દિલ્હી: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની ફાઇનલની રેસમાં સ્થાન મજબૂત કરવા માટે શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ નિર્ણાયક બની છે. 15 ઓગસ્ટથી શરૂ થનારી આ સિરીઝમાં ભારતની નજર ક્લીન સ્વીપ પર રહેશે.
હાલ ભારત 48.15 ટકા પોઈન્ટ્સ સાથે WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે, જ્યારે શ્રીલંકા 41.67 ટકા સાથે છઠ્ઠા સ્થાને છે. ભારત જો બંને ટેસ્ટ જીતશે તો તેની ટકાવારી અંદાજે 57.58 ટકા સુધી પહોંચી જશે અને ફાઇનલની રેસમાં મજબૂત દાવેદારી નોંધાવશે. બીજી તરફ શ્રીલંકા માટે પણ આ સિરીઝ એટલી જ મહત્વપૂર્ણ છે.
આ સિરીઝની બીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાની 600મી ટેસ્ટ મેચ બનશે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 600 ટેસ્ટ રમનાર ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ ત્રીજો દેશ બનશે.
WTC 2025-27માં ભારત તરફથી સૌથી વધુ રન:
- શુભમન ગિલ – 950
- કે.એલ. રાહુલ – 796
- રવિન્દ્ર જાડેજા – 725
- યશસ્વી જાયસવાલ – 713
- ઋષભ પંત – 528
ભારતે અત્યાર સુધી રમેલી 599 ટેસ્ટમાંથી 136માં જીત અને 188માં હારનો સામનો કર્યો છે. હવે શ્રીલંકા પ્રવાસ પર જીત સાથે ટીમ ઈન્ડિયા WTCની રેસમાં નવી મજબૂતી મેળવવા મેદાનમાં ઉતરશે.









