ડ્રોનથી મોકલાયેલા 4 પિસ્તોલ સહિત હથિયારો ઝડપાયા, 3 આરોપી પકડાયા
ચંદીગઢ: સ્વતંત્રતા દિન પહેલાં ચંદીગઢ પોલીસે પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયેલા હથિયારોના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 4 પિસ્તોલ, 2 મેગેઝીન અને 19 કારતૂસ જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓનો સ્થાનિક ગેંગસ્ટર સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે અમૃતસરના કકકડ ગામ સુધી પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યાંથી હથિયારો ગેંગ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
પોલીસે અજય અને રોહિત સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે હથિયારો સપ્લાય કરનાર નિશાન સિંહની શોધખોળ ચાલી રહી છે.
હથિયારોનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિમાં થવાનો હતો કે નહીં તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









