શાહરૂખ ખાન 2025ના સૌથી પાવરફુલ સેલિબ્રિટી જાહેર, બ્રાન્ડ વેલ્યુ રૂ. 1,690 કરોડને પાર

કિંગ ખાને બે સ્થાનની છલાંગ લગાવી હાંસલ કર્યો પ્રથમ ક્રમ; રણવીર સિંહ બીજા અને વિરાટ કોહલી ત્રીજા સ્થાને

મુંબઈ: બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન વર્ષ 2025ના સૌથી પાવરફુલ સેલિબ્રિટી તરીકે જાહેર થયા છે. તેમની બ્રાન્ડ વેલ્યુ 177.9 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,690 કરોડથી વધુ) નોંધાઈ છે, જેના આધારે તેમણે ગયા વર્ષની સરખામણીએ બે સ્થાનનો ઉછાળો મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે.

આ યાદીમાં રણવીર સિંહ 162.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા ક્રમે રહ્યા છે, જ્યારે વિરાટ કોહલી 158.04 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને પહોંચ્યા છે. વિરાટ કોહલી 2024માં પ્રથમ ક્રમે હતા.

સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યુ નક્કી કરતી વખતે તેમના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાત કરારો, ડિજિટલ ઇન્ફ્લુઅન્સ, સોશિયલ મીડિયા પહોંચ અને વ્યાવસાયિક માર્કેટ વેલ્યુ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें