જંતર-મંતર આંદોલન વચ્ચે દિલ્હી પોલીસનો દાવો: પાકિસ્તાનથી સંચાલિત 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક રાજકોટ પોલીસનો ગેરકાયદેસર હથિયારો સામે મોટો પ્રહાર: 12 દિવસમાં 42 હથિયારો જપ્ત, કુખ્યાત અરબાઝ દોઢીયા ઝડપાયો અમદાવાદ સહિત અનેક શહેરોમાં હજુ જળબંબાકાર: વરસાદ બાદ પણ જનજીવન અસ્તવ્યસ્ત, માલ-મિલ્કતને ભારે નુકસાન અંજારમાં ગાંજાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ: વરસામેડીમાંથી 270 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો ગુજરાતમાં વરસાદની અસમાન તસવીર: સિઝનનો 52.03% વરસાદ, ક્યાંક 100%થી વધુ તો ક્યાંક 10% પણ નહીં શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા: “આ વિદ્યાર્થી આંદોલનની જીત”

મોરબીમાં જળાશયો છલકાયા: મચ્છુ-2 ઓવરફ્લો, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈના દરવાજા પણ ખોલાયા

ભારે વરસાદથી ડેમોમાં પાણીની ધોધમાર આવક; મચ્છુ-2માંથી 18,578 ક્યુસેક પાણી છોડાયું, 29 ગામોને એલર્ટ

મોરબી: મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાઈ ઉઠ્યા છે. મોરબી અને માળિયા માટે જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ શનિવારે સવારે 100 ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થયો હતો. સિંચાઈ વિભાગે ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવાનું શરૂ કર્યું છે.

ડેમમાંથી પાણી છોડતા પહેલાં મોરબી શહેર સહિત મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલધારીઓને પશુઓ સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે.

માત્ર એક જ દિવસમાં મચ્છુ-2 ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમ તેની 3104 એમસીએફટીની સંપૂર્ણ સંગ્રહ ક્ષમતા સુધી પહોંચી ગયો હતો.

જિલ્લાનો મચ્છુ-3 ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જતાં તેના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે. આ પગલે મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

તે ઉપરાંત જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં તેના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદને પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં સતત પાણીની આવક ચાલુ રહેતા સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें