TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને હાઈકોર્ટથી રાહત

અમદાવાદ: રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બરતરફ કરાયેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ગુજરાત હાઈકોર્ટથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમને ડિસમિસ કરવાના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો છે.

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફરજમાં બેદરકારીના આરોપસર મ્યુનિસિપલ કમિશનરે કુલ 6 અધિકારીઓને બરતરફ કર્યા હતા. અગાઉ ટીપી વિભાગના અધિકારીઓ મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાને પણ હાઈકોર્ટ રાહત આપી ચૂકી છે.

હાઈકોર્ટે ઈલેશ ખેરને અંતિમ નિર્ણય સુધી ડિસમિસ થયેલા નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા અને નિયમ મુજબનું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે મનપાને નોટિસ પાઠવી વધુ સુનાવણી આગામી તારીખે હાથ ધરવાની સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલા વિનાશક અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. આ ઘટનાને પગલે હાઈકોર્ટના સુઓમોટો હસ્તક્ષેપ બાદ મનપાએ જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment

और पढ़ें