હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનનો કહેર: 100થી વધુનાં મોત

172 માર્ગો બંધ, રૂ.834 કરોડનું નુકસાન; વીજળી-પાણીની સમસ્યા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર બની છે. ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદી દુર્ઘટનાઓમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે.

ભારે વરસાદના કારણે રાજ્યના 172 માર્ગો બંધ છે, જેના પગલે વાહનવ્યવહાર ખોરવાયો છે. અનેક વિસ્તારોમાં વીજળી અને પાણીની સમસ્યા સર્જાઈ છે. 105 ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા વીજ પુરવઠો પણ અસરગ્રસ્ત થયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રૂ.834 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. ભારે વરસાદને કારણે પઠાણકોટ-મંડી નેશનલ હાઇવે કલાકો સુધી બંધ રહેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.

કિન્નોરમાં ભૂસ્ખલનથી શિમલા તરફનો માર્ગ બંધ થયો હતો. ચંબા, કાંગડા, મંડી, શિમલા અને બિલાસપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

Leave a Comment

और पढ़ें