મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર, 4.71 કિલો ગાંજો જપ્ત
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામમાં SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સેવા-પૂજાનું કામ કરતા 46 વર્ષીય વિજય કાપડીના મકાનમાં તપાસ દરમિયાન ફળિયામાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી 4.71 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે ₹2.35 લાખ છે.
ये भी पढ़ें
આરોપીને કલ્યાણપુર પોલીસને સોંપી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.








