થાઈલેન્ડમાં ફૂટબોલ મેચમાં વીજળીનો કહેર: ખેલાડીનું મોત, 12 ઘાયલ

સેમિફાઈનલ દરમિયાન મેદાન પર ત્રાટકી વીજળી; 24 વર્ષીય સોફવાન અવાઈએ જીવ ગુમાવ્યો

નરાથિવાત: દક્ષિણ થાઈલેન્ડના સુંગાઈ ગોલોકમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં 24 વર્ષીય ખેલાડી સોફવાન અવાઈનું મોત થયું છે. ઘટનામાં અન્ય 12 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.

‘ગોલોક એફએ કપ’ની સેમિફાઈનલ મેચ દરમિયાન ખરાબ હવામાન વચ્ચે અચાનક મેદાન પર વીજળી ત્રાટકી હતી. વીજળી પડતાં અનેક ખેલાડીઓ મેદાન પર જ ઢળી પડ્યા હતા.

મેડિકલ ટીમે સોફવાનને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્ત ખેલાડીઓને સારવાર આપવામાં આવી રહી છે.

સોફવાન વિંગર ખેલાડી હતો અને થોડા દિવસ પહેલાં જ થાઈ લીગ-3ની યાલા એફસી સાથે કરાર કર્યો હતો. ઘટનાને પગલે યાલા એફસી અને થાઈલેન્ડ ફૂટબોલ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે.

Leave a Comment

और पढ़ें