ઈરાન સરકાર ઉથલાવવાનો મોસાદનો પ્લાન ફેલ: 2 ટોચના અધિકારીઓ હટાવાયા

કુર્દ સમુદાયના સહારે વિરોધ ભડકાવવાની કથિત યોજના નિષ્ફળ

નવી દિલ્હી: ઈરાનની સરકારને નબળી પાડવાના કથિત મોસાદ પ્લાનને સફળતા ન મળતાં એજન્સીના બે વરિષ્ઠ અધિકારીઓને પદ પરથી હટાવાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

અહેવાલ મુજબ, એક અધિકારી મોસાદના ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ અને બીજા અધિકારી ઈરાન ડિવિઝનનું નેતૃત્વ કરતા હતા.

કથિત યોજનામાં ઈરાનના કુર્દ સમુદાય સહિતના લઘુમતી જૂથોને સમર્થન આપી વિરોધ પ્રદર્શનને વેગ આપવાનો પ્રયાસ હતો. ઈરાન-ઈરાક સરહદ નજીક IRGCના ઠેકાણાઓને નિશાન બનાવી આંદોલનને તેહરાન સુધી પહોંચાડવાની ગણતરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અહેવાલોમાં પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદને ફરી સત્તામાં લાવવાની સંભાવનાનો પણ ઉલ્લેખ થયો છે.

જોકે, કુર્દ જૂથોની આંતરિક ચિંતાઓ અને તુર્કીના દબાણ સહિતના પરિબળોને કારણે યોજના આગળ વધી શકી નહીં હોવાનો અહેવાલ છે.

Leave a Comment

और पढ़ें