લાલપરી નદી કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી નદી કાંઠે મફતિયાપરામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.72,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચ PSI ડી.પી. ઝાલાની ટીમના ASI યશવંતભાઈ ભગત, હેડ કોન્સ્ટેબલ રાજદીપભાઈ પટગીર અને અમિતભાઈ ટુંડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે રાજુ જીવણ ભુસડીયા (ઉંમર 32, રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર, નવા થોરાળા) અને **સંજય ઉર્ફે ચકો પોપટ સોલંકી (ઉંમર 20, રહે. કુબલીયાપરા, ભાવનગર રોડ)**ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 50 લિટર દેશી દારૂ, ચાર તપેલા, ચાર ડીસ, રબરની નળી, પ્લાસ્ટિકના કેન, પતરાના બેરલ, આથો સહિતનો સામાન કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.72,100 હોવાનું સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment