વિરાટ કોહલીએ તૈયાર કર્યો ‘ડ્રીમ બેટર’

7 દિગ્ગજોની ખાસિયતો જોડીને બનાવ્યો વિશ્વનો અલ્ટીમેટ વનડે પ્લેયર, સંગાકારાના કવર ડ્રાઇવથી લઈને ગેલની પાવર હિટિંગ સુધી

વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં પોતાના મતે એક પરફેક્ટ વનડે બેટરનું કોમ્બિનેશન તૈયાર કર્યું છે. તેણે ક્રિકેટના 7 દિગ્ગજ ખેલાડીઓની બેટિંગ, શોટ્સ, પાવર અને રનિંગ જેવી ખાસિયતોને જોડીને પોતાનો ‘ડ્રીમ બેટર’ બનાવ્યો છે.

કોહલીએ ક્લાસિક બેટિંગ માટે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજોની ખાસિયતો પસંદ કરી, જ્યારે પાવર હિટિંગ અને અન્ય ક્ષમતાઓ માટે વિસ્ફોટક ખેલાડીઓની પસંદગી કરી.

રસપ્રદ વાત એ છે કે પોતે કવર ડ્રાઇવ માટે જાણીતા હોવા છતાં કોહલીએ પોતાના ડ્રીમ પ્લેયરના કવર ડ્રાઇવ માટે કુમાર સંગાકારાની પસંદગી કરી છે. વિકેટો વચ્ચે ઝડપી દોડ અને એથલેટિસિઝમ માટે તેણે એબી ડી વિલિયર્સને પસંદ કર્યા.

કોહલીના આ ડ્રીમ કોમ્બિનેશનમાં ક્લાસિક ટેકનિક, પાવર હિટિંગ, શોટ મેકિંગ અને ઝડપી રનિંગનું અનોખું સંયોજન જોવા મળે છે.

Leave a Comment