રાજકોટ અને અમદાવાદમાં રમાશે વનડે તથા ચાર દિવસીય શ્રેણી, વૈભવ સૂર્યવંશીની ભાગીદારી પર સસ્પેન્સ
નવી દિલ્હી: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બરમાં યોજાનારા ભારત પ્રવાસ માટે 16 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. તાજેતરના U-19 વર્લ્ડ કપ બાદ ટીમમાં મોટા ફેરફાર કરતાં 14 નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વર્લ્ડ કપમાં રમેલા ઝડપી બોલરો વિલ બાયરોમ અને કેસી બાર્ટનને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે ભારતીય મૂળના નીલ પટેલને પણ સ્થાન મળ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 18 સપ્ટેમ્બરથી 3 વનડે અને 2 ચાર દિવસીય મેચોની શ્રેણી રમાશે. પ્રથમ ત્રણ વનડે અને પ્રથમ ચાર દિવસીય મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં, જ્યારે બીજી ચાર દિવસીય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (બી ગ્રાઉન્ડ) ખાતે યોજાશે.
આ શ્રેણીનું મુખ્ય આકર્ષણ ભારતના 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહેશે. જોકે, તેઓ હાલ સિનિયર ટીમ સાથે વ્યસ્ત હોવાથી તેમની ઉપલબ્ધતા અંગે હજુ અનિશ્ચિતતા છે. ભારતીય U-19 ટીમની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
જો વૈભવ આ શ્રેણીમાં રમશે, તો તેમની આક્રમક બેટિંગને રોકવી ઓસ્ટ્રેલિયન બોલરો માટે સૌથી મોટો પડકાર બની શકે છે.








