ઈરાન પર અમેરિકાના હુમલાની અસર : બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 48 સેન્ટનો વધારો, બેરલદીઠ 105.25 ડોલરે પહોંચ્યું રાજકોટમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ : એરપોર્ટ રોડ પરથી 49.70 ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા, રાજસ્થાની કેરિયરની પણ ધરપકડ ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચ માટે ટિકિટની ભારે માગ : 34 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમ માટે 84 લાખ ચાહકોએ નોંધાવી દાવેદારી રિલીઝ પહેલાં જ શાહરુખની ‘કિંગ’નો રૂ.665 કરોડનો બિઝનેસ? પ્રી-રિલીઝ ડીલ્સના દાવાથી ફિલ્મ ચર્ચામાં રૂ.10, 20 અને 50ની નોટો બંધ થવાની વાત અફવા : RBIના નામે વાયરલ થયેલો પરિપત્ર નકલી, નોટોની અછતની પણ કોઈ શક્યતા નહીં શાહરુખ ખાનના જન્મદિવસે બુર્જ ખલીફા ઝળહળ્યું : દુબઈથી મુંબઈ સુધી કિંગ ખાન પર વરસ્યો ચાહકોનો પ્રેમ

રાજકોટમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ : એરપોર્ટ રોડ પરથી 49.70 ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા, રાજસ્થાની કેરિયરની પણ ધરપકડ

એસઓજીએ રૂ. 1.49 લાખની કિંમતનો મેફેડ્રોન જપ્ત કર્યો; ડ્રગ્સ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ. 3.10 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે એસઓજીની ટીમે કાર્યવાહી કરીને એરપોર્ટ રોડ પરથી 49.70 ગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઈ જઈ રહેલા બંને શખ્સો પાસેથી રૂ. 1,49,100ની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂ. 3,10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના કોટાથી મંગાવવામાં આવ્યો હોવાનું ખુલતાં ગાંધીગ્રામ પોલીસે રેલવે સ્ટેશન પરથી ડિલિવરીમાં સંડોવાયેલા હોવાનું મનાતા અન્ય એક શખ્સને પણ ઝડપી લીધો હતો.

બાતમીના આધારે એરપોર્ટ રોડ પર વોચ

દિવાળીના તહેવાર દરમિયાન યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ગોહિલની ટીમે બાતમીના આધારે એરપોર્ટ રોડ પર જૈન દેરાસર નજીક વોચ ગોઠવી હતી.

પોલીસને માહિતી મળી હતી કે રૂમીન મયુદ્દીન જુણેજા અને સાહિલ શફીમિયા કાદરી નામના બે શખ્સો જીજે-23-ઝેડ-9673 નંબરની સીએનજી રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાના છે. બાતમીવાળી રિક્ષા આવતાં જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

રૂ. 1.49 લાખનું મેફેડ્રોન મળી આવ્યું

રિક્ષામાં સવાર બંને શખ્સોની તપાસ દરમિયાન તેમની પાસેથી 49.70 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1,49,100 હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સાહિલ ઉર્ફે જાડાબાપુ શફી કાદરી (ઉંમર 34, રહે. કનૈયા ચોક, રૈયા રોડ) અને રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીન જુણેજા (ઉંમર 26, રહે. શિવપરા, રૈયા રોડ)ની ધરપકડ કરી હતી. બંને પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂ. 3,10,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાજસ્થાનના કોટાથી ડ્રગ્સ મંગાવ્યાનું ખુલ્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રૂમીન જુણેજાએ રાજસ્થાનના કોટામાં રહેતા શિવરાજ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. શિવરાજનો સંપર્ક ઈરફાન ઉર્ફે રોમિયો હનીફ ચાનિયાએ કરાવી આપ્યો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, શ્યામલાલ બાબુલાલ નાયક (રહે. કોટા, રાજસ્થાન) કિસાનપરા ચોક ખાતે ડ્રગ્સની ડિલિવરી આપવા આવ્યો હતો. ત્યાંથી જથ્થો મેળવ્યા બાદ સાહિલ અને રૂમીન રિક્ષામાં એરપોર્ટ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે એસઓજીની ટીમે તેમને ઝડપી લીધા હતા. રૂમીન દ્વારા રિક્ષાચાલક સાહિલને રૂ. 1,500 ભાડું આપવાની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરીમાં સાથે રાખવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

રેલવે સ્ટેશન પરથી શ્યામલાલ નાયક ઝડપાયો

ડ્રગ્સના કેસની વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કિસાનપરા ચોક ખાતે ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલો શ્યામલાલ નાયક રાજકોટ રેલવે સ્ટેશન પર હાજર છે અને રાજસ્થાન જવાની તૈયારીમાં છે. આથી પીઆઈ એચ.પી. ગઢવીની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી હતી અને શ્યામલાલ બાબુલાલ નાયકને ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્યામલાલે ડ્રગ્સની ડિલિવરીમાં કેરિયર તરીકે ભૂમિકા ભજવી હતી. વધુમાં, રૂમીન જુણેજા વિરુદ્ધ અગાઉ મારામારી સહિતના બે ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ ડ્રગ્સના જથ્થાનો મુખ્ય સપ્લાયર કોણ છે, આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે સહિતની દિશામાં વધુ તપાસ કરી રહી છે.

Leave a Comment

और पढ़ें