દિવાળીના સ્વાગત માટે અયોધ્યાનું રામ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું

દિવાળી પૂર્વે રામજન્મભૂમિ મંદિરને ભવ્ય રોશની અને અલૌકિક શણગારથી સજાવાયું; સમગ્ર પરિસરમાં ઉત્સવનો માહોલ

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં દિવાળીના પર્વને આવકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળી પૂર્વે અયોધ્યાનું ભવ્ય રામ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ભગવાન શ્રીરામના સ્વાગત માટે સમગ્ર મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે.

રોશનીથી સજ્જ મુખ્ય મંદિરની ભવ્યતા અને સુંદરતા સૌનું ધ્યાન ખેંચી રહી છે. મંદિરના વિવિધ ભાગોમાં કરવામાં આવેલા પ્રકાશના શણગારથી સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું છે. દિવાળીના પર્વને લઈને અયોધ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें