મોરબી નજીક ઇકો કારમાંથી રૂ. 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી બેલા તરફ જતા કાચા રસ્તે વોકળા નજીક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 276 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે સફેદ રંગની ઇકો કારની તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 1,94,460નો દારૂ, રૂ. 2 લાખની ઇકો કાર અને રૂ. 15 હજારનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો.

આ મામલે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઈ હડીયલ (ઉં.વ. 21)ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દારૂ મોકલનાર, મંગાવનાર સહિત અન્ય ત્રણ શખ્સોનાં નામ પણ સામે આવતાં પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ એન.એસ. ઘેટીયા અને પીએસઆઈ સી.એસ. સોંદરવાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें