જમ્મુ-કાશ્મીરમાં યાત્રી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, બાળકી સહિત બેના મોત

અકસ્મતમાં 15 મુસાફરો ઘાયલ, 6ની હાલત ગંભીર; સ્થાનિક ગ્રામજનોએ બચાવ કામગીરી હાથ ધરી

જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે યાત્રી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ મુસાફરોની ચીસો સાંભળીને સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિક લોકોએ ઘાયલોને બસંતગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે પહોંચાડ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે રામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી છની હાલત ગંભીર હોવાથી તેમને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

Leave a Comment

और पढ़ें