હોર્મુઝની ખાડીમાં કાર્ગો જહાજ ડૂબ્યું, દરિયામાં તરતી જોવા મળી આઈફોન અને મોંઘા પરફ્યુમની બોટલો!

ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે હોર્મુઝની ખાડીમાં યુએઈની માલિકીનું ‘જીઈએસ’ નામનું વિશાળ કાર્ગો જહાજ હુમલાનો ભોગ બનતાં દરિયામાં ડૂબી ગયું હોવાનો અહેવાલ છે. જહાજમાં આશરે અઢી હજાર કન્ટેનરનો સામાન ભરેલો હોવાનું જણાવાયું છે. જહાજ ડૂબ્યા બાદ દરિયાના પાણીમાં આઈફોન અને મોંઘા લક્ઝરી પરફ્યુમની બોટલો તરતી જોવા મળ્યાના દાવા સામે આવ્યા છે.
વાયરલ વીડિયોમાં કેટલીક નાની બોટમાં આવેલા લોકો દરિયામાં તરતા સામાનને એકત્ર કરતા જોવા મળે છે. ઈરાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે જહાજ ગેરકાયદે માર્ગે જઈ રહ્યું હતું અને દરિયાઈ સુરંગ સાથે અથડાતાં તેમાં આગ લાગી હતી. જોકે, ઘટનાની સમગ્ર વિગતો અને વાયરલ વીડિયોમાં દેખાતા સામાન અંગે સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.
આ ઘટનામાં રાહતની વાત એ છે કે જહાજ ડૂબી જાય તે પહેલાં તેના ક્રૂના તમામ 21 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિણામે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Leave a Comment

और पढ़ें