ફ્લાય દુબઈ વિમાન કાવતરું: માલદીવના બે પાયલોટની ધરપકડ થયાનો દાવો

ફ્લાય દુબઈની 30 સપ્ટેમ્બરની ફ્લાઇટ સાથે જોડાયેલા કથિત અપહરણ અને વિમાનને ક્રેશ કરાવવાના ષડયંત્રની તપાસમાં યુએઈ પોલીસે માલદીવના બે પાયલોટની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં કાવતરું નિષ્ફળ બનાવવાના પ્રયાસ દરમિયાન ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર ઘાયલ થયા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

માલદીવના સમાચાર પોર્ટલ ‘અધાધુ’ના અહેવાલ મુજબ, બંને સહ-પાયલોટને 3 ઓક્ટોબરે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. માલદીવના દૂતાવાસે તેમના પરિવારજનોને આ અંગે સત્તાવાર જાણ કરી હોવાનું કહેવાય છે.

માલદીવના અખબાર ‘મિહારુ’ના અહેવાલ અનુસાર, બંને પાયલોટનો કથિત હુમલાખોર પાયલોટ અલ હમામી સાથે કાર્યસ્થળ પર સંપર્ક હતો અને તેઓ તેની સાથે એક જ ઇમારતમાં રહેતા હોવાની માહિતી સામે આવી છે.

જોકે, યુએઈના અધિકારીઓએ બંનેની ધરપકડ અંગેના આરોપો, તપાસની પ્રગતિ કે તેમની કથિત ભૂમિકા વિશે સત્તાવાર વિગતો જાહેર કરી નથી. ફ્લાય દુબઈમાં કાર્યરત માલદીવના છ પાયલોટમાં આ બંનેનો સમાવેશ થતો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું કહેવાય છે.

Leave a Comment

और पढ़ें