વિદેશી મ્યુચ્યુઅલ ફંડમાં નવી SIP બંધ, ગ્લોબલ ETFમાં 50% સુધી પ્રીમિયમ ચૂકવી રોકાણ કરવા મજબૂર રોકાણકારો

વિદેશી બજારોમાં રોકાણ કરીને પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા ઇચ્છતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડમાં નવી SIP શરૂ કરવાની સુવિધા બંધ હોવાથી હવે રોકાણકારો પાસે ઓવરસીઝ ETFનો વિકલ્પ બચ્યો છે. જોકે, આ ETF વાસ્તવિક NAV કરતાં 50% સુધીના ઊંચા ભાવે વેચાઈ રહ્યા હોવાથી રોકાણકારો માટે જોખમ વધી રહ્યું છે.

સીધા વિદેશી રોકાણનો વિકલ્પ

રોકાણકારો RBIની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ સીધા વિદેશી શેરો અથવા ફંડ્સમાં રોકાણ કરી શકે છે. આ માટે આંતરરાષ્ટ્રીય રોકાણની સુવિધા આપતા બ્રોકરેજ પ્લેટફોર્મ પર KYC કરાવી વિદેશી ચલણ મારફતે રોકાણ કરી શકાય છે. જોકે, તેમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને ટેક્સ સંબંધિત નિયમોની જવાબદારી રોકાણકારની રહેશે.

રોકાણકારો માટે બેવડું જોખમ

નિષ્ણાતોના મતે, ઊંચા પ્રીમિયમ પર ગ્લોબલ ETF ખરીદવાથી રોકાણકારોને બેવડું નુકસાન થઈ શકે છે. વિદેશી બજારમાં ઘટાડો આવે તો ETFની કિંમત ઘટી શકે છે. બીજી તરફ, જો ETFનું પ્રીમિયમ ઘટે તો બજારની વાસ્તવિક કિંમતની નજીક આવતાં રોકાણકારોને વધારાનું નુકસાન થઈ શકે છે.

વિદેશી રોકાણ પર મર્યાદા

વિદેશી સિક્યોરિટીઝમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે 7 અબજ ડોલર અને વિદેશી ETFમાં રોકાણ માટે 1 અબજ ડોલરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2022માં આ મર્યાદા પૂર્ણ થયા બાદ વિદેશી રોકાણની ક્ષમતા નિર્ધારિત સ્તરે સ્થગિત કરવામાં આવી હતી. પરિણામે, વિદેશી રોકાણની માગ વધવા છતાં ફંડ હાઉસ માટે વધુ રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે.

Leave a Comment

और पढ़ें