આશીર્વાદ પાઇપ્સના ભળતા નામ-લોગોનો ઉપયોગ કરી ઉત્પાદનનો આરોપ, ₹22.43 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટના સોખડા નજીક શ્યામ પોલીમર્સ કારખાનામાં PCBની ટીમે દરોડો પાડી આશીર્વાદ પાઇપ્સના ભળતા નામ અને લોગો સાથે પાઇપ-ફિટિંગ્સનું ઉત્પાદન કરવાના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ये भी पढ़ें
દરોડા દરમિયાન યુ.પી.વી.સી./સી.પી.વી.સી. પાઇપ, એલ્બો સહિત વિવિધ ફિટિંગ્સ, મોલ્ડ ડાય, ઇન્સર્ટ-કી, બોરા, પ્લાસ્ટિકની થેલીઓ અને પુઠાના બોક્સ સહિત કુલ ₹22.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કારખાનાના માલિક તુષાર નટુભાઈ ગઢીયા સામે કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.








