કઝાકિસ્તાનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન દુર્ઘટના: 17 સૈનિકો સમુદ્રમાં તણાયા, 12ના મોત

કઝાકિસ્તાનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન અચાનક હવામાન ખરાબ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પશ્ચિમી મંગિસ્ટાઉ વિસ્તારમાં યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહેલા 17 સૈનિકો ભારે પવન અને ખરાબ હવામાનના કારણે સમુદ્રમાં તણાઈ ગયા હતા.

દુર્ઘટનામાં 12 સૈનિકોનાં મોત થયા છે, જ્યારે બચાવ કામગીરી દરમિયાન 3 જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 સૈનિકોની શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમોએ કામગીરી શરૂ કરી હતી.

આ દુર્ઘટનાને પગલે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસીમ-જોમેર્ટ તોકાયેવે શુક્રવારને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે. સૈન્ય અભ્યાસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें