અબુધાબીથી લાવવામાં આવ્યો દિલ્હી: IGI એરપોર્ટ પરથી સ્પેશિયલ સેલે ઝડપી પાડ્યો, આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. દેશના મોટા ડ્રગ્સ તસ્કર તરીકે ઓળખાતા વીરેન્દ્રસિંહ બસોયાના પુત્ર ઋષભ બસોયાની ધરપકડ કરવામાં આવી છે.
સ્પેશિયલ સેલના જણાવ્યા મુજબ ઋષભને અબુધાબીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને દિલ્હી લાવવામાં આવ્યો હતો અને આજે સવારે IGI એરપોર્ટ પરથી પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સિન્ડિકેટના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ
ઋષભ બસોયાને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે. તપાસ એજન્સી દ્વારા ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે માહિતી મેળવવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે.
પોલીસ હવે વીરેન્દ્રસિંહ બસોયા અને તેના પુત્ર ઋષભને સામસામે બેસાડીને પૂછપરછ કરવાની તૈયારીમાં છે. બંનેની પૂછપરછના આધારે ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય તસ્કરો અને નેટવર્ક અંગે મહત્વની કડીઓ મળવાની પોલીસને આશા છે.









