15 ઓગસ્ટે પાલખી યાત્રા બાદ રામલલ્લાનો હિંડોળા ઉત્સવ
અયોધ્યા: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ધાર્મિક સમિતિની બેઠકમાં 15 ઓગસ્ટના કાર્યક્રમને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
15 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે રામલલ્લાની પાલખી યાત્રા ગર્ભગૃહથી નીકળશે. યાત્રા મંદિર પરિસરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કુબેર ટીલા પહોંચશે, જ્યાં બે કલાકનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
ત્યારબાદ પાલખી ફરી ગર્ભગૃહમાં પહોંચશે અને સુવર્ણ જડિત ચાંદીના હિંડોળા પર રામલલ્લાને ઝૂલાવવામાં આવશે. આ પ્રસંગે માલપુઆ, પૂરી-ખીર સહિતની પરંપરાગત વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે.
બેઠકમાં મંદિર ટ્રસ્ટના CEOની પસંદગી અંગે પણ ચર્ચા થઈ હતી. 5,200 અરજીઓમાંથી 18 ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા છે અને તેમના ઇન્ટરવ્યુની પ્રક્રિયા ચાલી રહી છે.








