મુંબઈ: ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો બહુપ્રતિક્ષિત ₹1,400 કરોડનો IPO આગામી 10 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને 12 ઓગસ્ટ સુધી રોકાણકારો અરજી કરી શકશે. જ્યારે 7 ઓગસ્ટે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ શરૂ થશે.
કંપનીએ IPO માટે પ્રતિ ઇક્વિટી શેર ₹829થી ₹871નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 શેર માટે અરજી કરી શકશે, જ્યારે કર્મચારીઓને પ્રતિ શેર ₹80નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ ઇશ્યૂમાં ₹1,400 કરોડનો ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત પ્રમોટર અને અન્ય શેરધારકો દ્વારા 1.91 કરોડથી વધુ ઇક્વિટી શેરનું ઓફર ફોર સેલ (OFS) પણ સામેલ છે.
નાણાકીય વર્ષ 2026ના આધારે કંપનીનો પ્રાઇસ-ટુ-અર્નિંગ (P/E) રેશિયો 33.98થી 35.70 વચ્ચે છે, જ્યારે સમાન ક્ષેત્રની કંપનીઓનો સરેરાશ 55.31 છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીએ 27.06 ટકા સરેરાશ રિટર્ન ઓન નેટવર્થ (RoNW) નોંધાવ્યો છે.
નેટ ઇશ્યૂમાંથી 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત રાખવામાં આવ્યો છે. તેમાંના મહત્તમ 60 ટકા શેર એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે પણ અલગ અનામત જોગવાઈ કરવામાં આવી છે.
IPO દ્વારા મળનારી મૂડીનો ઉપયોગ કંપનીના વિસ્તરણ અને અન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે.








