ડાર્ક પેટર્ન પર સરકારનો મોટો પ્રહાર: ઝેપ્ટો, ઇન્ડિગો સહિત 9 કંપનીઓ દંડા

ઓનલાઈન બિલિંગમાં છુપા ચાર્જ વસૂલતા પ્લેટફોર્મ્સ સામે CCPAની કાર્યવાહી; હવે ગ્રાહકોને પહેલેથી જ સંપૂર્ણ કિંમત બતાવવી ફરજિયાત

નવી દિલ્હી: ઓનલાઈન ખરીદી દરમિયાન ગ્રાહકો પાસેથી છુપા ચાર્જ વસૂલતી કંપનીઓ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. **સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)**એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ‘ડાર્ક પેટર્ન’ પ્રેક્ટિસ બદલ ઝેપ્ટો, ઇન્ડિગો, બુક માય શો સહિત 9 જાણીતા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

તપાસમાં ખુલ્યું કે અનેક એપ્સ શરૂઆતમાં ઓછી કિંમત દર્શાવી ગ્રાહકોને ઓર્ડર કરાવે છે, પરંતુ અંતિમ બિલિંગ સમયે હેન્ડલિંગ ફી, મેમ્બરશિપ ફી, ડોનેશન અને અન્ય છુપા ચાર્જ ઉમેરી વધુ રકમ વસૂલે છે.

કાર્યવાહીમાં ઝેપ્ટો, ઇન્ડિગો, બુક માય શો, ફિઝિક્સવાલા, ફર્સ્ટક્રાય, ફાર્મઇઝી, મેકમાયટ્રિપ, સ્પાઇસજેટ અને અનુજ જિંદાલ જેવા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. તેમાં ઝેપ્ટો પર ₹7 લાખ અને ફિઝિક્સવાલા પર ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

CCPAએ તમામ કંપનીઓને આવી ગેરમાર્ગે દોરતી પદ્ધતિ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. હવે ગ્રાહકોને ઓર્ડર કન્ફર્મ કરતાં પહેલાં તમામ ચાર્જ સહિતની અંતિમ કિંમત સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે.

અહેવાલો મુજબ ભારતમાં 88 ટકા ઓનલાઈન ગ્રાહકો કોઈને કોઈ રીતે ડાર્ક પેટર્નનો ભોગ બને છે અને તેના કારણે દર વર્ષે અંદાજે ₹28 હજાર કરોડથી વધુની વધારાની વસૂલાત થતી હોવાનું સામે આવ્યું છે. સરકારનું માનવું છે કે આ કાર્યવાહી બાદ ઈ-કોમર્સ અને ડિજિટલ સેવાઓમાં પારદર્શિતા વધશે તેમજ ગ્રાહકોના હિતો વધુ સુરક્ષિત બનશે.

Leave a Comment

और पढ़ें