સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: 24 કલાકમાં 1,067 પીડિતોને ₹1.26 કરોડ પરત અપાવ્યા

MRM પોર્ટલ અભિયાનથી સાયબર ઠગાઈના ભોગ બનેલા લોકોને રાહત; 1,915 ઓનલાઈન રિક્વેસ્ટ નોંધાઈ

સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ઠગાઈના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતાં માત્ર 24 કલાકમાં 1,067 પીડિતોને કુલ ₹1.26 કરોડની ફ્રીઝ કરાયેલી રકમ પરત અપાવવા માટેની કાર્યવાહી પૂર્ણ કરી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન તમામ ઝોનના ડીસીપી, પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાયબર ક્રાઇમ કર્મચારીઓને Money Restoration Module (MRM) પોર્ટલ અંગે તાલીમ આપવામાં આવી હતી.

અભિયાન દરમિયાન પોલીસે પીડિતોનો વ્યક્તિગત સંપર્ક કરી તેમને ઓનલાઈન અરજી પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું, જેના પરિણામે 1,915 ઓનલાઈન રિક્વેસ્ટ નોંધાઈ હતી. આ કાર્યવાહીથી સાયબર ફ્રોડના ભોગ બનેલા અનેક લોકોને તેમની ફ્રીઝ થયેલી રકમ પરત મેળવવાનો માર્ગ સરળ બન્યો છે.

પોલીસે જણાવ્યું છે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ફરિયાદ નોંધાવનારા અને જેમના બેંક ખાતામાં નાણા ફ્રીઝ થયેલા હોય તેવા પીડિતો Money Restoration Module (MRM) મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીમાં કોઈ મુશ્કેલી જણાય તો નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ કર્મચારીઓ જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

Leave a Comment

और पढ़ें