ગાંધીધામ અપહરણ-ખંડણી કેસમાં મોટો ખુલાસો: 7 આરોપીઓ ઝડપાયા, ₹5.55 કરોડના USDT ટ્રાન્સફર કરાવ્યાનો ભાંડો ફૂટ્યો

વેપારીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી હેઠળ વસૂલાઈ કરોડોની ખંડણી; CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસને મોટી સફળતા

ગાંધીધામ: કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ અને ખંડણી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. વેપારીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કરોડોની ખંડણી વસૂલવાના કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ વેપારી પાસેથી દુબઈમાં ₹5.55 કરોડના USDT (ક્રિપ્ટો ટ્રાન્સફર) કરાવ્યા હતા. સમગ્ર કાવતરું પૂર્વ આયોજન મુજબ પાર પાડવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર રેકેટ અંગે મહત્વની માહિતી મળી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें