પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આધુનિક છાત્રાલયોની ભેટ: રાજ્યમાં રૂ.21 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત બંગાળની ખાડીમાં ફરી લો-પ્રેશર સક્રિય થવાના સંકેત, જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદ એરપોર્ટ પર 34.29 લાખના સોના સાથે મહિલા મુસાફર ઝડપાઈ, બુરખામાં છુપાવ્યા હતા 233 ગ્રામ ગોલ્ડ બાર સરદાર સરોવર ડેમ 65.61% ભરાયો, રાજ્યમાં સરેરાશ 25.10% વરસાદ; દક્ષિણ ગુજરાત આગળ, કચ્છ હજુ રાહમાં બંગાળની ખાડીનું લો-પ્રેશર બન્યું વધુ મજબૂત, છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ: સાઉથ આઇલેન્ડ ધ્રૂજ્યું, સુનામીની ચેતવણી જાહેર

પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ: રાપર અને ગાંધીધામમાં વરસાદી ઝાપટાં, કચ્છી નવા વર્ષે મેઘરાજાની મહેર

કચ્છ: પૂર્વ કચ્છ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાપર અને ગાંધીધામ સહિત અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં ચોમાસાનું વાતાવરણ ફરી સક્રિય બન્યું હતું.

રાપર તાલુકાના બાલાસર, રામવાવ સહિતના અનેક ગામોમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી.

કચ્છી નવા વર્ષના પાવન દિવસે વરસાદ વરસતા સ્થાનિકોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આ વરસાદને શુભ સંકેત ગણાવ્યો હતો.

વરસાદથી ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. સમયસર વરસાદ થતાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને સારા પાકની સંભાવના વધશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

હવામાનમાં આવેલા આ બદલાવ બાદ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें