ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર; સોનામાં રૂ.2,100 અને ચાંદીમાં રૂ.7,700નો જોરદાર ઉછાળો
શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને પગલે બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું હતું. સેન્સેક્સ દિવસ દરમિયાન ઊંચામાં 74,728ની સપાટીએ પહોંચ્યો હતો અને અંતે 245 પોઈન્ટના સુધારા સાથે 74,559 પર બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં પણ તેજી રહી હતી. નિફ્ટી 75 પોઈન્ટ વધીને 23,346ની સપાટીએ પહોંચ્યો હતો.
બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. વિશ્વબજારમાં સોનાનો ભાવ 4,376 ડોલર રહ્યો હતો. સ્થાનિક બજારમાં હાજર સોનું રૂ.2,100 વધીને રૂ.1,58,700 પ્રતિ 10 ગ્રામ થયું હતું. હાજર ચાંદી રૂ.7,700ના ઉછાળા સાથે રૂ.2,44,700 પ્રતિ કિલોના ભાવે પહોંચી હતી.
વાયદા બજારમાં સોનું રૂ.1,100 વધીને રૂ.1,54,075 થયું હતું, જ્યારે ચાંદી રૂ.2,42,300ના સ્તરે રહી હતી. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 103.43 ડોલર પ્રતિ બેરલ થયો હતો.
ये भी पढ़ें









