સ્પેંગડાહલમ એરબેઝ નજીક દુર્ઘટના; રૂટિન ટ્રેનિંગ બાદ પરત ફરી રહ્યું હતું વિમાન
જર્મનીના સ્પેંગડાહલમ એરબેઝ નજીક અમેરિકન વાયુસેનાનું F-16 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. જોકે, પાયલોટે સમયસર વિમાનમાંથી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો.
અમેરિકન સેનાના જણાવ્યા મુજબ F-16 ચાર વિમાનોના ગ્રુપ સાથે રૂટિન ટ્રેનિંગ ફ્લાઈટ પૂર્ણ કરીને બેઝ પરત ફરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ ઇમરજન્સી બચાવ દળો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા.
ગ્રુપના અન્ય ત્રણ F-16ને રામસ્ટીન એરબેઝ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. F-16 ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.








