રામબનમાં પાર્ક કરેલી કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળતાં ખળભળાટ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં મંગળવારે મોડી સાંજે પાર્ક કરેલી કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને પોલીસકર્મીઓ રામબનની જિલ્લા પોલીસ લાઇનમાં ફરજ બજાવતા હતા.

મળતી માહિતી મુજબ, બટોટેના સના વિસ્તારમાં ઝિયારત મોર નજીક પાર્ક કરેલી કારમાંથી હેડ કોન્સ્ટેબલ ફરીદ અહેમદ અને સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ મુહમ્મદ યાકુબ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

સ્થાનિક લોકોની મદદથી બંનેને જિલ્લા હોસ્પિટલ રામબન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

બંનેના મોતનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Comment

और पढ़ें