સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝને સુપ્રીમ કોર્ટની રાહત

NSA રદ કરી જામીન મંજૂર, યુપી સરકારને ₹10 લાખનો દંડ

સંભલ હિંસા કેસમાં આરોપી મુલ્લા અફરોઝને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેના પર લગાવવામાં આવેલા નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળના અટકાયત આદેશને રદ કરી જામીન મંજૂર કર્યા છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકારને ₹10 લાખનો દંડ ફટકાર્યો છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને રદ કરીને આદેશ આપ્યો હતો. નવેમ્બર 2024માં સંભલની શાહી મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા બાદ મુલ્લા અફરોઝને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો હતો.

યુપી સરકારે તેની અટકાયતનો બચાવ કરતાં દલીલ કરી હતી કે મુલ્લા અફરોઝને મુક્ત કરવાથી ફરી હિંસા ભડકવાની અને જાહેર વ્યવસ્થા ખોરવાવાની આશંકા હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડી દરમિયાન આપવામાં આવેલા નિવેદનને NSA હેઠળની અટકાયતનો આધાર બનાવી શકાય કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યો હતો.

Leave a Comment