પેકેજ્ડ ફૂડ પર ચેતવણી લેબલમાં આટલો સમય કેમ? : સુપ્રીમ કોર્ટ

FSSAIના 365 દિવસના સમયગાળા પર સુપ્રીમના સવાલ, કહ્યું-મામલો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે

પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ફ્રન્ટ-ઓફ-પેકેજ લેબલિંગ (FOPL) લાગુ કરવાની પ્રક્રિયામાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે FSSAIને સવાલ કર્યો છે. કોર્ટે પૂછ્યું કે જ્યારે મામલો સીધો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે, ત્યારે પ્રસ્તાવિત નિયમ લાગુ કરવા માટે આટલો સમય શા માટે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે FSSAIના 365 દિવસના સ્વૈચ્છિક પાલન સમયગાળા અંગે પણ સવાલો ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું કે 2022થી પ્રક્રિયા શરૂ થઈ હતી તો છેલ્લા ચાર વર્ષમાં શું કાર્યવાહી કરવામાં આવી?

FSSAIએ સ્પષ્ટતા કરી કે 2022માં શરૂ કરાયેલી પ્રક્રિયા ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ (INR) સ્ટાર રેટિંગ સિસ્ટમ સાથે સંબંધિત હતી, જ્યારે હાલનો પ્રસ્તાવ અલગ માપદંડો પર આધારિત છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો છે.

હાલના પ્રસ્તાવ મુજબ વધુ ખાંડ, મીઠું અને ચરબી ધરાવતા પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર પેકેટની આગળની બાજુએ લાલ ષટકોણ આકારનું ચેતવણી લેબલ દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી શકે છે.

Leave a Comment