પ્રશાંત મહાસાગરમાં ફ્રાન્સના ન્યુ કેલેડોનિયા દ્વીપસમૂહ નજીક આજે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપના આંચકા પ્રશાંત મહાસાગરના આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જોકે, હાલ સુધી ભૂકંપના કારણે મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. અમેરિકી સુનામી ચેતવણી પ્રણાલી મુજબ હવાઈ, ગુઆમ, નોર્ધર્ન મેરિયાના આઇલેન્ડ્સ અથવા અમેરિકન સમોઆ માટે સુનામીનો ખતરો નથી.
દરમિયાન, ભારતમાં પણ આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આસામના ગોલપાડામાં સવારે આશરે 9 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. આસામમાં આવેલા ભૂકંપથી પણ હાલ કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.








