ટ્રક-કાર વચ્ચે ભીષણ ટક્કર, કેબિનેટ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત 4નાં મોત
જમશેદપુરઃ ઝારખંડના જમશેદપુર જિલ્લાના દોમુહાની વિસ્તારમાં મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે, જેમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રીનો પણ સમાવેશ થાય છે.
ટક્કર એટલી જોરદાર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.
ઘટનાના સમાચાર સામે આવતા જ મંત્રીના પરિવાર સહિત સમગ્ર રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ये भी पढ़ें








